સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે ?

ખુદા ! અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના,
કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે.

ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે ?

સજા દેતો નથી એ પાપીઓને એટલા માટે,
મરીને આ જગતમાંથી એ બીજે ક્યાં જવાના છે ?

ચલો એ રીતે તો કચરો થશે ઓછો આ ધરતીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે !

તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે ?

રહે છે આમ તો શયતાનના કબજાં મહીં તો પણ,
‘જલન’ને પૂછશો તો કે’શે એ બંદા ખુદાના છે.

-જલન માતરી


More from this author


Comments on this beam

Be the first one to comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Login to Indibeam

Sign Up to Indibeam

Select your favorite categories

Arts & Entertainment
Automotive
Book Reviews
Business
Marketing
Computers & Technology
Food & Drink
Gaming
Health & Fitness
Home Improvement
Internet
Kids & Teens
Legal
News & Society
Sports
Education
Relationships
Self Improvement
Shopping & Product Reviews
Travel
Writing & Speaking

Forgot Password